ઉજવણી અને કૅલેન્ડર2020-12-29T11:38:28+00:00
ઉજવણીની ઝલક

વર્ગ સમાપ્ત થાય ત્યારે શીખવાનું બંધ થતું નથી.

વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ શાળામાં ૫૦ થી વધુ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પ્રદાન કરીએ છીએ. જેના દ્વારા વિધ્યાર્થીઓમાં કૌશલ્યોનો વિકાસ થાય છે. જેવા કે સાહસ, શૌર્ય ,ચપળતા, ખેલદિલી, સમૂહભાવના વગેરે. વર્ષ દરમ્યાન યોગાભ્યાસ, સમૂહકવાયત,રમત-ગમત,વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. જેના થકી વિધ્યાર્થીઓમાં ઉદ્દાત ભાવના, મૂલ્યો તથા સંસ્કારોનું નિરૂપણ થાય છે.
સામાજિક, ધાર્મિક તથા રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ગુરુપૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, શિક્ષક દિવસ, નાતાલ, ઉત્તરાયણ અને સ્વતંત્રતા દિન તથા પ્રજાસત્તાક દિન જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી ઉલ્લાસ ભેર કરવામાં આવે છે.

વધુ અન્વેષણ માટે!

પ્રવેશોત્સવ

ધોરણ ૧ માં બાળકોને કુમકુમ તિલક તથા ગુલાબથી સ્વાગત કરી પ્રવેત્શોત્સવ યોજવામાં આવે છે.

મહિનો: જૂન

વિવેકાનંદ જયંતી

પ્રાર્થના સભામાં સ્વામી વિવેકાનંદજી વિષે પ્રેરક પ્રસંગ કથન પ્રસ્તુતિ.

મહિનો: જાન્યુઆરી

સ્વતંત્ર પર્વ

૧૫ ઑગષ્ટ સ્વાતંત્રતા પર્વની ઉજવણીમાં સર્વ વિદ્યાલય કેમ્પસમાં તમામ સ્ટાફની ઉપસ્થિતિ.

મહિનો: ઓગસ્ટ

પ્રજાસત્તાક પર્વ

વિશેષ થીમ આધારિત શાળાની કૃતિની મંચ પર પ્રસ્તુતિ.

મહિનો: જાન્યુઆરી

સ્વયં શિક્ષકદિન

સ્વયં શિક્ષકદિનની ઉજવણી ધોરણ ૧ થી ૪ માં ૫૫ તથા ધોરણ ૫ થી ૮ માં ૭૫ વિદ્યાર્થીઓએ શિક્ષક બની, આખા દિવસની શૈક્ષણિક કામગીરી સંભાળી. અમે દર વર્ષ આ દિવસની રાહ જોઈએ છીએ.

મહિનો: સપ્ટેમ્બર

માતૃભાષા દિવસ

માતૃભાષા પ્રત્યે ગૌરવ વધે તેવી પ્રવુત્તિ તથા અભિવ્યક્તિ.

મહિનો: ફેબ્રુઆરી

ગાંધી જયંતી

ગાંધી જયંતિ નિમિતે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા શાળા પરિસર તથા ભાઉપુરા વિસ્તારના સડક માર્ગની સફાઈનું આયોજન.

મહિનો: ઓક્ટોબર

મહિલા દિવસ

આંતરાષ્ટ્રીય મહિલાદિવસ નિમિતે શાળાની શિક્ષિકા બહેનો દ્વારા ડબ્લ્યૂ .ડી. સી.કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં સહભાગ.

મહિનો: માર્ચ

ઉજવણીની ઝલક

કારણ કે આપણે જાણીએ છીએ કે વર્ગ સમાપ્ત થાય ત્યારે શીખવાનું બંધ થતું નથી.

અમે ૫૦ થી વધુ વધારાના-અભ્યાસક્રમ પ્રવૃત્તિ વિકલ્પો પ્રદાન કરીએ છીએ. કેટલાક શૈક્ષણિક વિભાગો સાથે જોડાયેલા છે, કેટલાક રમતો છે, જ્યારે કેટલાક સંપૂર્ણ મનોરંજનના છે. આમાંના મોટાભાગના સાઇટ પર ઉપલબ્ધ છે, એટલે કે ઓછા મુસાફરીનો સમય અને વધુ શૈક્ષણિક મૂલ્ય, દિવસ અને બોર્ડિંગ વિદ્યાર્થીઓ માટે ઘણા બધા ફાયદાઓ છે. આ પ્રવૃત્તિઓ સમુદાય અને પરસ્પર મહત્વાકાંક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પણ મદદ કરે છે – વર્ષજૂથો અને ગૃહોમાં વિદ્યાર્થીઓ સંકળાયેલા હોઈ શકે છે અને એકસાથે એક સહિયારી લક્ષ્ય તરફ કામ કરી શકે છે. દરેક માટે કંઈક છે અને અમે હંમેશા અમારા વિદ્યાર્થીઓને નવા અનુભવો આપવા માટે પહેલ શોધીએ છીએ.

Explore more

ઉજવણીઓ

For Sarva Vidyalaya!

અમારી શ્રેષ્ઠતાના ૧૦૦ વર્ષ!