શ્રી એસ.એમ.કે. પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે!
શ્રી કે.એન.એસ.બી. પ્રાથમિક શાળા, ભાઉપુરા શાખામાં આપનું સ્વાગત છે!

શાળાના હેતુઓ, નૈતિકતા અને મૂલ્યો

– “પૂજ્ય શાંતાબેન માણેકલાલ પટેલ”

એક શાળા સમુદાય તરીકે, શ્રી એસ.એમ.કેપ્રાથમિક શાળા; શ્રી કે.એન.એસ.બી. પ્રાથમિક શાળા, ભાઉપુરા શાખા
નો હેતુ:

વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સંસાધનો આપવા.
અમારુ લક્ષ્ય અને ઉદ્દેશ્ય સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવા અમે શાળા ગુણવત્તા ઉપર ભાર મૂકી રહ્યા છીએ.
જ્ઞાન અને શૈક્ષણિક પ્રવૃતિઓ શિક્ષણના મહત્વપૂર્ણ ભાગ છે.

મૂલ્યો:

ઉત્તમ મૂલ્યોનું સિંચન શાળા પરિવારને શારીરિક, શૈક્ષણિક, સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ કરવામાં મદદ કરે છે.

સંકલ્પના:

શ્રી એસ.એમ.કેપ્રાથમિક શાળા; શ્રી કે.એન.એસ.બી. પ્રાથમિક શાળા, ભાઉપુરા શાખામાં માં, આપણી પાસે રમતગમત, સંગીત અને કળાઓ અને દરેક શૈક્ષણિક અભ્યાસક્રમ ક્ષેત્રની વિશેષ નિષ્ણાંત શિક્ષણની સુવિધા છે. જો કે, તે અમારું પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી સ્ટાફ છે જેણે ખરેખર ઘણો પ્રભાવ પાડ્યો છે.

  • અમે પોતાને પ્રમાણિક માનવામાં વિશ્વાસ રાખીએ છીએ.

  • અમે એક આવકાર્ય, સંભાળ આપનાર અને સમાવિષ્ટ સમુદાય બનવાની ઇચ્છા રાખીએ છીએ જ્યાં વિદ્યાર્થીઓ મૂલ્યવાન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે.

  • પ્રયત્નો અને ન્યાયી રમતની પ્રશંસા કરીએ છીએ અને નમ્રતા સાથે અમારી સફળતાની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે ભાવનાની ઉદારતા સાથે પોતાને સંચાલિત કરવામાં માનીએ છીએ.

  • ભવિષ્યની તૈયારી માટે અમે એકબીજાને પોતાની જાત પર વિશ્વાસ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.

  • અમારું માનવું છે કે નિષ્ફળતાથી તેમજ સફળતામાંથી ઘણું શીખી શકાય છે. અમે સ્થિતિસ્થાપકતા વિકસાવવા માટે પ્રયત્નશીલ છીએ જેથી જ્યારે આપણે નિષ્ફળ જઈએ ત્યારે આપણે ફરીથી સફળ થવાના સંકલ્પ સાથે પાછા ઉભા થઇ શકીએ.

આદર:

વિધ્યાર્થીઓ વડીલોને આદર આપતા શીખે તેવા સંસ્કારોનું સિંચન કરવું તે શાળા પરિવારનો ઉદાત્ત અભિગમ રહ્યો છે.

નમ્રતા:

વિનમ્ર વર્તન ,અન્ય પ્રત્યે સદ્દવ્યવહાર, પરસ્પરનું સન્માન જેવા સદ્દગુણો વિધ્યાર્થીઓમાં વિકસિત થાય તેવી શાળા પરિવારની હમેશા નેમ રહી છે.

ડિરેક્ટર મેડમ શ્રીનો સંદેશ

અમારી અભૂતપૂર્વ નીતિ અને મૂલ્યો

હું તમારું શ્રી શાંતાબેન માણેકલાલ કેશવલાલ પટેલ પ્રાથમિક શાળામાં સ્વાગત કરું છું અને હું તેના વિકાસના આ ઉત્તેજક સમયે શાળાનો ભાગ બનીને વ્યક્તિગત રૂપે આનંદ અનુભવું છું. ૧૯૧૯ માં સ્થપાયેલ, એકેડેમીના સ્થાપક સિદ્ધાંતો, આજે પણ સમાન છે: આપણી નીતિશાળા શાળાના સૂત્રમાંથી લેવામાં આવી છે: ‘કર ભલા હોગા ભલા’ ‘Do Good and Good will come back to you’ અને ‘શિક્ષણ એજ સાચી સેવા’’Education is the real service to mankind’.
વિદ્યાર્થીનીઓના વિકાસ અને ચરિત્ર ગડતર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સ્થિતિસ્થાપકતા અને હંમેશાં તેમનું શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ મળે છે. અમારી શાળામાં સર્વાંગી, સર્વગ્રાહી શિક્ષણ હંમેશાં સર્વ વિદ્યાલયના સિધ્ધાંતો મુખ્ય ઘટક રહ્યા છે, અને દરેક વિદ્યાર્થીમાં શ્રેષ્ઠતા લાવવા પર કેન્દ્રિત છે. હું આગામી વર્ષોમાં આને હજી વિકસાવવા માટે કટિબધ્ધ છું.

  • ડો. વિણાબેન પટેલ

અમારી કટિબધ્ધતા

દરેક વિદ્યાર્થી ની વિશેષતાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

પ્રવેશ માટે!
Principal KNSB School

શ્રી શૈલેશભાઈ જી. પટેલ આચાર્યશ્રી, શ્રી. એસ.એમ. કે. પ્રાથમિક શાળા, ભાવપુરા-કડી

આચાર્યશ્રી નો સંદેશ

શિક્ષણ એ જીવંત પ્રક્રિયા છે. શિક્ષણ વ્યક્તિગત સ્તરે સાર્વંગી વિકાસાર્થે છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં પરિવર્તનની લહેર ચાલે છે આ પરિવર્તનની સાચી દિશા તરફ વાળવા શિક્ષણના પ્રવાહને પ્રાણવાન રાખવાની આવશ્યકતા છે. સાચી કેળવણી માનવજગતની ભીતર રહેલી પ્રતિભાને પ્રગટાવવામાં છે. સને ૧૯૧૯ થી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ચાલતી તમામ શૈક્ષણિક સંસ્થાઓનું “કર ભલા હોગા ભલા” ની વૈશ્વિક ઉદાત્ત વિચારધારા પ્રગટ કરવાનું દીર્ધકાલીન લક્ષ્ય રહ્યું છે. શિક્ષણના વ્યાપની સાથે જનસમાજમાં પ્રામાણિકતા, સચ્ચાઈ ,સાદગી ,ત્યાગ, અને પરોપકારની ભાવના જેવા જીવન મૂલ્યો પ્રસ્થાપિત થાય તેવી સર્વ વિદ્યાલય નેમ છે. ગાંધીનગર તથા કડી નગરમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા તથા કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના માધ્યમથી શિક્ષણમાં નવતર પ્રયોગ કરી અગ્રેસર બનવાનું ધ્યેય જે સર્વ વિદ્યાલયે હૈયે ધર્યું છે. ઉચ્ચશિક્ષાની સાથે મોન્ટેસરી, કિન્ડરગાર્ટન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓ તરફથી તથા સવિશેષ બાળ સંસ્કારના પાયાને મજબૂત કરવા તરફ ખાસ લક્ષ્ય અપાયું છે. સંસ્થાનું લક્ષ્ય કન્યા કેળવણી તરફ પણ વિશેષ રહ્યું છે બંને મંડળના સંનિષ્ઠ પ્રયાસોથી વિવિધ સંસ્થાઓ તથા વિદ્યાશાખાઓ જનસમાજમાં અવિરત જ્ઞાન જ્યોત પ્રજ્વલિત કરી રહી છે. સર્વ વિદ્યાલય પરિવારના વિકાસમાં સ્વર્ગીય પૂજ્ય છગનભા , સ્વર્ગીય પૂજ્ય રામચંદ્ર અમીન, સ્વર્ગીય પૂજ્ય દાસ કાકા, સ્વર્ગીય પૂજ્ય ધનાભાઈ વકીલ, સ્વર્ગીય પૂજ્ય કેશવલાલ પટેલ, સ્વર્ગીય પૂજ્ય માણેકલાલ સાહેબ, સ્વર્ગીય નરસીભાઇ કે પટેલ, સ્વર્ગીય પ્રોફેસર સ્વામિનારાયણ, સ્વર્ગીય પોપટભાઈ, સ્વર્ગીય નાથાભાઇ દેસાઈ, સ્વર્ગીય મોહનભાઈ સાહેબ જેવા અનેક વ્યક્તિઓએ તન-મન-ધનથી આવ્યા હતા. વર્તમાનમાં પણ સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલ સાહેબ, ડોક્ટર રામભાઈ પટેલ સાહેબ, કનુભાઈ પટેલ સાહેબ તથા શ્રી મનુભાઈ જે પટેલ સાહેબ જેવા કર્મઠ શ્રેષ્ઠીઓ સંસ્થાને માર્ગદર્શન આપી રહ્યા છે.
સને ૨૦૦૦ માં કડી નગરમાં ભાવપુરા વિસ્તારમાં શાંતાબેન માણેકલાલ કેશવલાલ પટેલ કુંડળવાળાના નામથી પ્રાથમિક શાળાનો પ્રારંભ થયો.શાળાના ભવન નિર્માણ હેતુ કુંડાળના નિવાસી તથા કુમકુમ ઇન્ડસ્ટ્રીઝના શ્રી નારાયણભાઇ પટેલ સાહેબના પૂજ્ય પિતાશ્રી માણેકલાલ ના નામથી સંસ્થાને માતબર દાન પ્રાપ્ત થયું. વર્તમાનમાં શાળાએ બે દાયકા પૂર્ણ કરી કડી નગરમાં સારી નામના મેળવી છે. શાળા બે પાળીમાં કાર્યરત છે.સવાર પાળીમાં ધોરણ ૧ થી ૪ તથા બપોર પાળીમાં ૫ થી ૮ નું શિક્ષણ કાર્ય ચાલે છે. શાળામાં શૈક્ષણિક કાર્યની સાથે વિવિધ સ્પર્ધાઓ, ઉત્સવ ઉજવણી ,કમ્પ્યુટર શિક્ષણ, ક્રિએટિવ ઝોન, શિક્ષણ દિન, વાલી મીટીંગ, પ્રવાસ પર્યટન, દિન વિશેષ , વાર્ષિકોત્સવ તથા ઈ લર્નિંગ એજ્યુકેશન જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સુંદર રીતે ચાલે છે. સંસ્થાએ અનુભવી સ્ટાફના પરિશ્રમથી શાળાની પ્રગતિ સાથે સફળતાઓ પ્રાપ્ત કરી રહી છે. ભાઉપુરા પરિસરમાં જ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા શ્રીમતી ઇન્દિરાબેન એમ પટેલ શિશુ વિદ્યાવિહારમાં નાંનાં ભૂલકાઓ શિક્ષણ અને સંસ્કાર લઇ રહ્યા છે. શાળાના વિકાસ સાથે વાલીગણ તથા બંને મંડળોના હોદ્દેદારોશ્રીઓ તથા સભાસદ ભાઈ-બહેનોનો સુંદર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. સંસ્થાના પ્રવર્તમાન માનનીય ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ તથા માનનીય મંત્રીશ્રીઓનું સતત માર્ગદર્શન અને પ્રેરણાઓ અમોને ખૂબ બળ અને હુંફ પ્રદાન કરી રહ્યાં છે. શાળાના વિકાસ સાથે સર્વે સહયોગીવૃંદના આભાર સાથે ઋણ સ્વીકાર કરી વિરમું છું.

0
સ્નાતક વિદ્યાર્થીઓ
0
શાળા વર્ષ સંખ્યા
0
વર્ગખંડો
0
શિક્ષકોની સંખ્યા
ટાઈમ ટેબલ

STD 2017-18 2018-19 2019-20 2020-21 2021-22
1 5040 5790 6360 4770 6360
2 5040 5790 6360 4770 6360
3 5040 5790 6360 4770 6360
4 5040 5790 6360 4770 6360
5 5040 5790 6360 4770 6360
6 6085 6990 7680 5760 7680
7 6085 6990 7680 5760 7680
8 6085 6990 7680 5760 7680
  • મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ  2009 (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ: 1 ના બાળકો માટે 25% અનામત તમામ ખાનગી શાળાઓને આપવામાં આવે છે.
  • અમારી શાળામાં સરકારના ધારાધોરણો અને માર્ગદર્શિકા અનુસાર દર વર્ષે, બાળકોને આર.ટી.ઇ. હેઠળ ફાળવવામાં આવતા પ્રવેશ આપવામાં આવે છે.
વર્ષ ધોરણ 1 ધોરણ 2 ધોરણ 3 ધોરણ 4 ધોરણ 5
2015 3
2016 7 3
2017 40 7 3
2018 66 40 7 3
2019 59 67 40 7 3

વિશેષ વાંચન અને કોચિંગ સિસ્ટમ:–વિદ્યાર્થી આશ્રમમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુદઢ બનાવવા દરરોજ સવારે થી ૧૧ ફરજીયાત અલગઅલગ બેસાડી વાંચન કરાવવામાં આવે છે. તેમજ થી ના વિદ્યાર્થીઓના વિષય પ્રમાણે કોચિંગ આપવામાં આવે છે

ડાયરી લેખન: –વિદ્યાર્થીઓના દૈનિકજીવન માં ઘટિત ઘટના તેમજ સ્વમૂલ્યાંકન માટે ડાયરીલેખન કરાવેલ છે. જેથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોની પ્રતીતિ થાય. અને અવગુણોને સુધારવાની ઉત્તમ તક મળે.

ગૃહપતિદિનની ઉજવણી: અલગઅલગ ધોરણમાં વિદ્યાર્થીઓની ગૃહપતિ તરીકે પસંદ કરી દર રવિવારે ગૃહપતિદિનની ઉજવણી ચેરમેન સાહેબના માર્ગદર્શન હેઠળ થાય છે

વિદ્યાર્થીઓના જન્મદિનની ઉજવણી:- એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ વર્ષે શરુ કરેલ છે.જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરી એમ બે મહિનાઓમાં જેમના પણ જન્મદિવસ આવતાં હોય તે મહિનાની આખર તારીખે વિદ્યાર્થીઓને કેક કપાવી ચેરમેન સાહેબની હાજરીમાં તેઓને શુભેચ્છા આપવામાં આવે છે.તેમજ રાત્રી સમયે ફિસ્ટનું આયોજન કરવામાં આવે છે.

સહઅભ્યાસિક પ્રવૃત્તિ :- છાત્રાલયમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અનેક સહઅભ્યાસિક પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે. જેમકે સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા,શૌર્યગીત સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન થાય છે. તેમજ તેમાં નંબર મેળવેલા વિદ્યાર્થીઓને વાર્ષિક સમારોહમાં ઇનામ પણ અપાય છે.

વિદ્યાર્થી જન્મદિવસની ઉજવણી: – આ એક ખાસ પ્રકારની પ્રવૃત્તિ છે જેની શરૂઆત આ વર્ષે કરવામાં આવી છે, જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની છેલ્લી તારીખે કેક કાપીને અધ્યક્ષની હાજરીમાં વિદ્યાર્થીઓના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. . આવી રહ્યું છે.

ક્રિકેટ મેચનું આયોજન:- છાત્રાલયમાં રહેતા પ્રાથમિક શાળાના બાળકોની આઠ ટીમો બનાવી પાંચ દિવસીય ક્રિકેટ મેચનું આયોજન કરેલ છે.

ગૌશાળા પીકનીક:- આશ્રમમાં રહેતા પ્રાથમિક શાળાના બાળકોને વર્ષમાં એક વખત ગૌશાળા ખાતે વનડે પીકનીકનું આયોજન કરેલ છે.

આશ્રમમાં નવરાત્રિના પર્વને લઈ ખાસ ધામધૂમ પૂર્વક તેની તૈયારી અને ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન વિદ્યાર્થીઓને ગરબે રમવામાં વિવિધતા માટે સાદા ગરબા, પાંચ તાળી રાસ, આઠ તાળી રાસ તેમજ હુડો.

મોડેલ નામ

જનરેટર

સોલાર સીટી

વેક્યુમ ક્લીનર

જ્વાળામુખી વિસ્ફોટ

પુર સુચક યંત્ર

સોલર કુકર

સાઈકલની મદદથી ઓવર હેડ ટાંકી ભરવી

પાણીના દબાણથી ચાલતું J C B

પાણીના દબાણથી ચાલતી લીફ્ટ

નજર તેજ કરો 

એરકુલર

અકસ્માત નિવારણ

પેન્સીલ અડકતા બલ્બ સળગે

જવાબ આપતું મશીન

વજન ઉચકતું હેલીકોપ્ટર

સુરક્ષિત વાડ

દહનશીલ

રેતઘડી

મીઠાના પાણીથી ચાલતી ઘડિયાળ

ગોબર અને મીઠાના પાણીમાંથી વિધુતઉર્જા મેળવવી

રીમોટ કંટ્રોલથી પ્રકાશની વાયર વિનાની નીયમન વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે

ન્યૂ જનરેશન ટોલટેક્ષવાળી કાર

બાયોગેસ પ્લાન્ટ

કુલર

પવનચક્કીની મદદથી વિધુત

એપિસ્કોપ અને ટેલીસ્કોપ

પેરિસ્કોપ

ઓપ્ટીકલ ફાઈબર

ટેલીફોન

મેગ્નેટિક હિટ એન્જીન

અભ્યાસક્રમ: ધોરણ ૧ થી ૮

શાળા ઉપલબ્ધિઓ

એસ.એમ.કે. શાળાની સિદ્ધિઓ.

વધુ વિગતો માટે

મેરિટ શિષ્યવૃત્તિ

પૂજ્ય દિવાળીબા માધવલાલ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ અને પૂજ્ય માણેકલાલ એમ. પટેલ મેરિટ શિષ્યવૃત્તિ દર વર્ષે વિદ્યાર્થીઓને વર્ષગાંઠ પર એવોર્ડ આપવામાં આવે છે.

વધુ વિગતો માટે

અમારા આદરણીય શિક્ષકો

નીતાબેન એમ. પટેલ
સહાયક શિક્ષક P.T.C., B.A.
જયશ્રીબેન બી.પટેલ
સહાયક શિક્ષક P.T.C.
મિનાક્ષીબેન એન. પટેલ
સહાયક શિક્ષક M.A., B.Ed.
નિતેષકુમાર ડી. પટેલ
સહાયક શિક્ષક Co.Applied Art
ઉર્મિલાબેન એસ. પટેલ
સહાયક શિક્ષક M.A, B.ED.
સરોજબેન આર. વર્મા
સહાયક શિક્ષક B.Com., TTNC
પ્રકાશકુમાર આર. ઠક્કર
સહાયક શિક્ષક M.A., B.ED.
ગીતાબેન કે. પટેલ
સહાયક શિક્ષક M.Com., B.Ed.
શિલ્પાબેન એન. પટેલ
સહાયક શિક્ષક B.SC., B.ED.
અનીતાબેન આર. પટેલ
સહાયક શિક્ષક M.A.,B.Ed.
ફોરમબેન બી. ગજજર
સહાયક શિક્ષક P.G.D.C.A., D.Ei.Ed.
અશોકકુમાર કે. પટેલ
સહાયક શિક્ષક M.SC., B.ED.
ધરતીબેન એસ. ખમાર
સહાયક શિક્ષક M.A.,B.Ed.
કુંજલબેન બી. પટેલ
સહાયક શિક્ષક C.P.Ed.
રંજનબેન એન. પ્રજાપતિ
સહાયક શિક્ષક B.A, B.ED.
હર્ષિદાબેન જી. પટેલ
સહાયક શિક્ષક M.A., B.Ed.
બિનલબેન એસ. પટેલ
સહાયક શિક્ષક B.A., B.Ed.
રંજનબેન કે. પટેલ
સહાયક શિક્ષક M.A., B.Ed.
રોશનીબેન ડી. પટેલ
સહાયક શિક્ષક B.A, B.ED.
હીનાબેન ડી. રાવલ
સહાયક શિક્ષક B.A., B.Ed.
દિવ્યાબેન કે. પટેલ
સહાયક શિક્ષક M.A, B.ED.
નિકેતાબેન વી. પટેલ
સહાયક શિક્ષક B.Com., D.El.Ed.
સમૃદ્ધિબેન એસ. પટેલ
સહાયક શિક્ષક M.Sc., B.Ed.
ગોપીબેન ડી. પટેલ
વિદ્યા સહાયક M.A.B.Ed.
મેઘાબેન  એમ. પટેલ
વિદ્યા સહાયક M.A.B.Ed. P.G.D.C.A.
નુપુરબેન  એસ. પટેલ
વિદ્યા સહાયક B.A.B.Ed.
કિંજલબેન એસ. પટેલ
સહાયક શિક્ષક B.A., B.Ed.

એડમિન સ્ટાફ

જીતેન્દ્રકુમાર ડી. પટેલ
ક્લાર્ક M.Com. B.Ed.
સ્નેહાબેન પી. પટેલ
ક્લાર્ક M.Com. B.Ed.
પ્રીતિબેન એન. પટેલ
ક્લાર્ક B.C.A. B.Ed.
માયાબેન બી. પટેલ
ક્લાર્ક B.A. M.A.
વિનીતકુમાર વી. પટેલ
ક્લાર્ક B.Com. 

પ્યુન

નયનાબેન એન. ગજજર
પ્યુન ધોરણ ૯
રેખાબેન ડી. પટેલ
પ્યુન ધોરણ ૧૨ પાસ
વિજય સી. ઠાકોર
પ્યુન ધોરણ ૧૨ પાસ
શુશીલાબેન વી. પટેલ
પ્યુન ધોરણ ૭

વોચમેન

રોહિતભાઇ જે. પટેલ
વોચમેન ધોરણ ૧૨ પાસ
મેલાભાઈ રબારી
વૉચમેન